શિવ – શ્રી શિવ ષડાક્ષર સ્તોત્ર

શિવ – શ્રી શિવ ષડાક્ષર સ્તોત્ર

શિવ – શ્રી શિવ ષડાક્ષર સ્તોત્ર

ૐ કારં બિન્દુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ । કામદં મોક્ષદં ચૈવ ‘ૐ’ કારાય નમો નમઃ ॥ ૧ ॥
ભાષાંતરઃ બિન્દુથી સંયુક્ત એવા જે ૐ કારનું યોગીઓ નિત્ય ધ્યાન ધરે છે, તે ઈચ્છા પૂરી કરનાર, અને મોક્ષ આપનાર ૐ કારને વારંવાર નમસ્કાર.

નમન્તિ ઋષયો દેવાઃ નમન્ત્યપરસાં ગણઃ । નરાઃ નમન્તિ દેવેશઃ ‘ન’ કારાય નમો નમઃ ॥ ૨ ॥
ભાષાંતરઃ જેને ઋષિઓ, દેવો અને અપ્સરાઓનો સમુદાય નમન કરે છે, અને જે દેવાધિદેવને મનુષ્યો નમે છે તે ન કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.

મહાદેવં મહાત્માનં મહાધ્યાનપરાયણમ્ । મહાપાપહરં દેવં ‘મ’ કારાય નમો નમઃ ॥ ૩ ॥
ભાષાંતરઃ મહાદેવ, મહાત્મા, મહાધ્યાનમાં મગ્ન, મહાપાપ હરનારા તે મ કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.

શિવં શાન્તં જગન્નાથં લોકાનુગ્રહકારકમ્ । શિવમેકપદં નિત્યં ‘શિ’ કારાય નમો નમઃ ॥ ૪ ॥
ભાષાંતરઃ શિવ, શાંત, જગન્નાથ, લોક ઉપર અનુગ્રહ કરનાર, નિત્ય એકમાત્ર કલ્યાણ કરનાર, શિ કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.

વાહનં વૃષભો યસ્ય વાસુકિઃ કણ્ઠભૂષણમ્ । વામે શક્તિધરં દેવં ‘વ’ કારાય નમો નમઃ ॥ ૫ ॥
ભાષાંતરઃ વૃષભ જેનું વાહન છે, વાસુકિ જેનાં કંઠનું આભૂષણ છે, જેનાં વામભાગે શક્તિ (પાર્વતી) છે, તેવાં વ કારરૂપ દેવ શંકરને વારંવાર નમસ્કાર.

યત્ર યત્ર સ્થિતો દેવઃ સર્વવ્યાપી મહેશ્વરઃ । યો ગુરુઃ સર્વદેવાનાં ‘ય’ કારાય નમો નમઃ ॥ ૬ ॥
ભાષાંતરઃ આ મહેશ્વર દેવ જ્યાં-જ્યાં સર્વવ્યાપી બનીને રહ્યાં છે, અને જે સર્વદેવોના ગુરુ છે તે ય કારરૂપ શિવ શંકરને વારંવાર નમસ્કાર.

ષડ્અક્ષરમિદં સ્તોત્રં યઃ પઠેચ્છિવસન્નિધૌ । શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે ॥ ૭ ॥
ભાષાંતરઃ આ છ અક્ષરના (ૐ નમઃ શિવાય) સ્તોત્રનું જે કોઈ ભગવાન શિવના સાન્નિધ્યમાં પઠન કરશે, તે શિવલોકને પામશે અને શિવની સાથે આનંદ કરશે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL. He is a digital marketing consultant who specializes in influencer marketing, content marketing, and SEO. He is the Co-Founder of Raj Technologies Pvt. Ltd., a IT company.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events