1,370 views
1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
Facebook0Google+0Twitter0StumbleUpon0Pinterest0Reddit0Digg
સામાન્ય રીતે આપણે જોતા હોઈએ  છીએ કે સાધુઓને કાં તો જટા હોય છે કાં તો મૂંડનમાં ચોટી હોય છે. આ ઉપરાંત મોટાભાગે કર્મકાંડ કરાવતા બ્રાહ્મણો કે જ્યોતિષીઓ ચોટલી રાખતા હોય છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ ચોટલી શા માટે રાખવામાં આવતી હોય છે? તો આજે મેળવીએ આ પરંપરાનો પ્રશ્ન....

ચોટલીને સંસ્કૃતમાં શિખા કહેવામાં આવે છે. શિખા રાખવાના, શિખા પર ગાંઠ બાંધવા માટેના, તેને છોડવાના વિશિષ્ટ નિયમો અને સમય હોય છે. પ્રાચીન કાલથી હમણાં સુધી મોટાભાગના લોકો આ નિયમો પાળતા હતા. ધીરે ધીરે ચોટલી જ મૃતઃપ્રાય થઈ ચુકી છે છતાં કેવા નિયમો હતા એક સમયે તે વિશે જાણીએ.
જ્યારે યજ્ઞોપવિત એટલે કે જનોઈ વિધિ કરવામાં આવે છે ત્યારે બાળકના માથા પર મૂંડન કરવામાં આવે છે અને તે મૂંડન વખતે માથાની બરોબર વચ્ચેના ભાગમાં શિખા રાખવામાં આવે છે. આ શિખા રાખ્યા પછી શિખાને માતા-પિતાએ પ્રથમ વાર ઘી લગાડીને તેનો મંત્ર બોલવો ત્યાર બાદ ગુરુ શિષ્યને તે મંત્રની દીક્ષા આપે છે અને શિખા પર ગાંઠ બાંધી આપે છે. આવી એક યજ્ઞોપવિત વિધિ વખતની ક્રિયા છે.
 મંત્ર પ્રયોગાદિ બધા કર્મ શિખા બાંઘીને કરવા જોઈએ. શાસ્ત્રકારોને પણ શિખા (ચોટી)નું મહત્વ કહ્યું છે. શાસ્ત્રકારોએ શિખા એટલે કે ચોટી ન હોય તો કુશની બનાવવાનું કહ્યું છે પણ કર્મકાંડ વખતે તેનું મહત્વ ઘણું છે. તેને ઈન્દ્રયોનિ પણ કહે છે. તેમાં ત્રણ દેવોઃ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણ દેવોનો તેમાં વાસ છે અને તેને ગાંઠ વાળવામાં આવે છે તેને બ્રહ્મની ગાંઠ કહેવામાં આવે છે.
યોગી લોકો તેને સુષુમ્ણાનું મૂળ સ્થાન કહે છે. આપણા શરીરમાં ત્રણ મુખ્ય નાડીઓ આવેલી છે ઈડા, પિંગલા અને સુષુમ્ણા. ઈડા અને પિંગલામાં લોહીનું પરિભ્રમણ થતું હોય છે પણ સુષુમ્ણાનું દ્વાર ગુદાથી બંદ હોય છે. જો  આ દ્વાર ખૂલી જાય તો આ નાડમાં પરિભ્રમણ ચાલુ  થઈ જાય છે અને અનેક શક્તિઓ પ્રાપ્ત થાય  છે. અને તે સુષુમ્ણાનું જ્યાં મૂળ છે તેને બ્રહ્મરંધ્ર કહે છે આ બ્રહ્મરંધ્રના બહારના ભાગ પર શિખા રાખવામાં આવે છે જેતી તેનું રક્ષણ થાય છે અને તે માનવશરીરના ગુપ્ત સ્થાનનું શિખા દ્વારા રક્ષણ કરી શકાય છે.
- આયુર્વેદ શિખા સ્થાનને મસ્તિષ્ક સ્થાન કહે છે. આયુર્વેદ કહે છે કે જે વ્યક્તિ આ સ્થાનને હવા, ગરમી, ઠંડી, લાગવા કે ભટકાવવાથી બચાવી લે છે તે જીવનના આરોગ્યની અડધી જંગ જીતી જાય છે. કારણ કે તે ભાગ જેટલો કઠોર છે તેટલો અસર કારક અને મુલાયમ પણ છે.
 મંત્ર વગર ક્યારેય શિખા બાંધવી ન જોઈએ. શિખા બાંધવાનો મંત્ર છે –

ॐ चिद्रूपिणि महामाये, दिव्यतेजः समन्विते ।। तिष्ठ देवि शिखामध्ये, तजोवृद्धिं कुरुष्व मे ॥

જો આપ કોઈ મંત્રની સાધના કરતા હોય કે પછી યંત્રની કે તંત્રની પૂજા વિધિ કરતા રહેતા હોય તો શિખા બંધન ખાસ જરૂરી છે.

દાન, જપ, હોમ, સંધ્યા, દેવપૂજા વગેરે કાર્ય શિખા બાંધીને કરવા જોઈએ...
સૂતી વખતે, સ્ત્રી સંગ કરી રહ્યા હોય ત્યારે, ભોજન સમયે દાંતણ કરતા હોય ત્યારે શિખા ખુલી રાખવી જોઈએ.

શિખા એટલે કે ચોટલી વિશેના હિન્દુ ધર્મશાસ્ત્રોમાંથી આવા ઉલ્લેખો મળી આવે છે.
dbમાંથી...

 

Websites :
www.rajtechnologies.com (We build websites that make you money)
www.marketdecides.com (We mad a fresh business solutions)
www.jeevanshailee.com (Gujarati Vichar Sangrah)
www.brahmsamaj.org (Connecting Brahmins together )

Posted on Aug - 12 - 2013

Get Articles in your Inbox:

 

Categories: Members-Article

Leave a Reply

You must be logged in to post a comment.

Sponsors

  • SEO-SEM-SMM
  • Cheap Web Hosting
  • jeevanshailee
  • Modern B2B Portal
  • Responsive Web Design India Ahmedabad

ફક્ત બ્રાહ્મણ મિત્રો માટે Andr

બ્રહ્મસમાજ દ્વારા સોશીયલ મિડિયાના માધ્યમથી સૌ બ્રાહ્મણ મિત્રો એક બીજાની […]

रामायण अयोध्या काण्ड भाग २

रामायण अयोध्याकाण्ड भाग २ – यहां रामायण के बालकाण्ड, अयोध्याकाण्ड, […]

रामायण अयोध्याकाण्ड भाग १

यहां रामायण के बालकाण्ड,अयोध्याकाण्ड,अरण्यकाण्ड,किष्किन्धाकाण्ड,सुन्दरकाण्ड,लंकाकाण्ड,उत्तरकाण्ड का विवरण जो बुकसमे वेस करने […]

रामायण बालकाण्ड भाग १५

यहां रामायण के बालकाण्ड,अयोध्याकाण्ड,अरण्यकाण्ड,किष्किन्धाकाण्ड,सुन्दरकाण्ड,लंकाकाण्ड,उत्तरकाण्ड का विवरण जो बुकसमे वेस करने […]

रामायण बालकाण्ड भाग १४

यहां रामायण के बालकाण्ड,अयोध्याकाण्ड,अरण्यकाण्ड,किष्किन्धाकाण्ड,सुन्दरकाण्ड,लंकाकाण्ड,उत्तरकाण्ड का विवरण जो बुकसमे वेस करने […]

Spread the Word - brahm samaj


Brahmin Social Network

Events