વૃક્ષ રોપવાથી મળતું ફળ

વૃક્ષ રોપવાથી મળતું ફળ વૃક્ષ રોપવાથી મળતું ફળ વૃક્ષ રોપવાથી મળતું ફળ

ક્રીડારામં તુ યઃ કુર્યાદુદામફલસંયુતમ્ ।
સ ગચ્છેચ્છંકરપુરં વસત્તત્ર યુગત્રયમ્ ॥
ઉત્તમ પ્રકારનાં ફળ આપનારાં વૃક્ષોથી યુક્ત ઉદ્યાન બનાવનારો માણસ મૃત્યુ બાદ કૈલાસમાં જાય છે અને ત્યાં ત્રણ યુય પર્યંત રહે છે.
એતત્સર્વં પરિજાય વૃક્ષારોપં સમારભેત્ ।
ધર્માર્થકામમોક્ષાણાં દ્રુમેભ્યઃ સાધનં યતઃ ॥
એ સઘળું જાણીને વૃક્ષારોપણ કરવું; કારણ કે વૃક્ષો ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન છે.
અશ્વત્ગમેકં પિચુમન્દમેકં ન્યગ્રોધમેકં દશ ચિશ્ચિણીકાઃ ।
કપિત્થબિલ્વામલકં ત્રયં ચં પંચાંમ્રવાપો નરકં ન પશ્યેન્ ॥
જે માણસ એક પીપળો, એક લીંબડો, એક વડ, દશ આમલી, ત્રણ કોઠી, બીલી અને આમલી અને પાંચ આંબાના વૃક્ષો વાવે છે તે નરકને જોવા પામતો નથી.

વૃક્ષ માટે અયોગ્ય જમીન:
વિષપાષાણવલ્મીકબિલદુષ્‍ટા તથોર્વરા ।
દુરોદકા શાર્કરિલા તરુભ્યો ન હિતા મહી ॥
વિષ, પાષાણ, સર્પ અને ઉંદરના રાફાવાળી, (ઊંડાં) છેટાં પાણીવાળી, રેતાળ અને ખારી જમીન વૃક્ષ માટે સારી નથી.

દિશા પરત્વે વૃક્ષરોપણ ફળ:
ગૃહસ્ય પુર્વિદગ્ભાગે ન્યગ્રોધઃ સર્વકામિકઃ ।
ઉદુમ્બરસ્તથા યામ્યે વારુણ્યાં પિપ્‍પલઃ સ્મૃતઃ ॥
ઘરના પૂર્વ ભાગમાં વડ સર્વ કામના આપનારો છે.ઉમરો દક્ષિ‍ણમાં અને પીપળો પશ્ચિમમાં સર્વ કામના સિદ્ધ કરનાર છે.

વૃક્ષનો આશ્રય કોણ લે છે.
દેવદાનવગન્ધર્વઃ કિન્નરોરગરાક્ષસાઃ ।
પશુપ‍ક્ષિ‍મનુષ્‍યાશ્ચ સંશ્રયન્તિ સદા તરુન્ ॥
દેવ, દાનવ, ગંધર્વ, ઉરગ-સર્પ, રાક્ષસ, પશુ, પક્ષી અને મનુષ્‍ય હંમેશાં તરુઓનો આશ્રય લે છે.

ઘર આગળ ઝાડ રોપવું નહિ
સર્વેષાં વૃક્ષજાતીનાં છાયા વર્જ્યા ગૃહે સદા ।
અપિ સૌવર્ણિકં વૃક્ષં ગૃહદ્વારે ન રોપયેત્ ॥
ઘર ઉપર સર્વ પ્રકારનાં વૃક્ષની છાયા વર્જ્ય છે. સોનાનું વૃક્ષ હોય તો પણ તેને ઘરના દ્વારમાં રોપવું નહિ.

ક્યું ઘર ઉન્નતિ ન પામે ?
બદરી કદલી ચૈવ દાડિમી બીજપૂરકમ્ ।
પ્રરોહન્તિ ગૃહે યસ્ય તદગૃહં નૈવ રોહતિ ॥
જે ઘર આગળ બોરડી, કેળ, દાડમ અને બિજોરું ઊગે છે, તે ઘર વૃદ્ધિ પામતું નથી.

ક્યાં ઝાડ ઘર આગળ રોપાય નહિ ?
પલાશાઃ કાગ્જનારાશ્ચ તથા શ્લેષ્‍માતકાર્જુનાઃ ।
કરંજાશ્ચેત્યમી વૃક્ષા ન રોપ્‍યા સુખિના ગૃહે ॥
સુખી માણસે પલાશ, કાંચનાર, ગુંદાનું ઝાડ, અર્જુન અને કરંજનાં વૃક્ષો ઘર આગળ વાવવાં નહિ.

કઈ દિશામાં વાડી કરવી નહિ ?
ન કુર્યુર્યામ્યનૈઋત્યાગ્નેયેષ્‍વ‍પિ હિ વાટિકામ્ ।
અન્યથા કલહોદ્વેગૌ કષ્‍ટં વા લભતે ભૃશમ્ ॥
તેમજ ઘરની દક્ષિ‍ણે, નૈઋત્ય અને અગ્નિખૂણામાં વાડી બનાવવી નહિ. એમ કરવાથી ઘણો કલહ, કલેશ (ઉદ્વેગ) અને કષ્‍ટ પ્રાપ્‍ત થાય છે.

દિશા પરત્વે વાડીનું ફળ
તસ્માદ્રાજાં હિ શુભદં પુત્રસંનિધિવર્ધનમ્ ।
પશ્ચિમોત્તરપૂર્વેષુ ભવેદુપવનં કૃતમ્ ॥
પશ્ચિમ, ઉત્તર અને પૂર્વમાં કરેલી વાડી રાજાઓને પુત્ર અને વિપુલ સંપત્તિનું સુખ આપનાર અને સારું ફળ આપનાર થાય છે. વૃક્ષો ઊગે જ છે
નિધિદેવમહીપાનાં પ્રભાવાચ્ચાતિયત્નતઃ ।
અસાત્મ્યભૂમિ સંપન્ના અપિ સિધ્યન્તિ પાદપાઃ ॥
દ્રવ્ય, દેવતા અને રાજાના પ્રભાવથી પ્રતિકર્ળ ભૂમિમાં ઊગેલાં વૃક્ષો પણ ઊછરી જાય છે.

બીજ ક્યારે વાવવાં અને ઝાડ ક્યારે રોપવા ?
આષાઢે શ્રાવણે માસિ બીજાવપનરોપણે ।
ગ્રીષ્‍માદન્યત્ર વલ્લીનાં કે ચિદિચ્છન્તિ રોપણમ્ ॥

વૃક્ષો રોપવા માટેનાં નક્ષત્રો
ધ્રૃવં મૃદુમૂલ વિશાખાગુરુમં શ્રવણસ્તથાશ્વિની હસ્તઃ ।
ઉત્કાનિ દિવ્યદગ્રમિઃ પાદપસંરોપણે ભાનિ ॥
ત્રણ ઉત્તરા, રોહિણી, અનુરાધા, ચિત્રા, મૃગશીર્ષ, રેવતી, મૂળ, વિશાખા, શ્રવણ, અશ્વિની અને હસ્ત-એ નક્ષત્રો દિવ્ય ર્દષ્ટિવાળા મુનિઓએ વૃક્ષારોપણ માટે કહેલાં છે.

વૃક્ષ કેવી રીતે રોપવું ?
શુચિર્ભુત્વા તરોઃ પૂજાં કૃંત્વા સ્નાનાનુલેપનૈ ।
રોપયેદ્રોપિતશ્ચૈવ પત્રૈસ્તેરેવ જાયતે ॥
પવિત્ર થઈ, રોપવા ધારેલાં વૃક્ષની સ્નાન અને ગંધાક્ષતથી પૂજા કરીને જો રોપવામાં આવે તો તે રોપાયેલું વૃક્ષ એ જ પત્ર સાથે ઊગી નીકળે છે.

દુર્ભિક્ષનો ભય કરનારાં વૃક્ષો
માતુલંગરજનીસંકટકાઃ, કિંશુકશ્ચ ગિરિકર્ણિકા સિતા ।
તિન્તિડીકાવિફલાક્ષની લિકા, કોવિદાર ઈતિભીતિદોગણઃ ॥
બિજોરું, મજીઠ, કાંટાવાળાં વૃક્ષો, કિંશુક, સફેદ અપરાજિતા, આંબલી, ફળ વિનાની અક્ષનીલિકા અને કાંચનાર એ બધાં ઈતિ (દુર્ભિક્ષ) નો ભય આપનારાં વૃક્ષો છે.
રોગને દૂર કરનારાં વૃક્ષો
ફલિન્યશોકપુંનાગશિરીષો નિમ્બચંમ્પ્‍કાઃ ।
મંગલ્યાઃ પ્રથમં રોપ્‍યા મલ્લાતશ્ચ ગદાપહઃ ॥
ફલિની, અશોક, પુન્નાગ-નાગકેસર, શિરીષ-સરસડો, લીંમડો, ચંપો એ વૃક્ષો પ્રથમ રોપવાં શુભ છે. ભિલામાનું વૃક્ષ પહેલું રોપવામાં આવે તો તે રોગ દૂર કરનાર છે.

કઈ દિશામાં ક્યું વૃક્ષ વાવવું ?
પુર્વસ્યાં કરમર્દવંશવિટપાઃ પારાવતા દ ક્ષિણાઃ।
કૌબૈર્યાં બદરીકપિત્થતરવો ધાત્રી ચ પશ્ચાચ્છિવા ॥
અન્યેચોત્તમમધ્યમાધમશિખા રોપ્‍યાઃ સ્વવર્ગેઃ સમં
કૃત્વાચાન્તરકં યથાયથમમી પત્રૈરુપર્યસ્પૃશઃ ॥

By Rekha Mehta

Rekha MehtaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events