રાશિ અનુસાર ઉપાયો

રાશિ અનુસાર ઉપાયો

મેષ રાશિ

કોઈની પાસેથી કોઈ વસ્તુ મફતમાં લેવી નહીં.
હાથીદાંતમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ જાતક માટે હાનિકારક છે.
લાલ રંગના રૂમાલનો હંમેશાં ઉપયોગ કરવો.
સાંજ ઢળતાં ઘઉં અને ગોળ બાળકોને વહેંચવાં.
જમણા હાથમાં ચાંદીનો વેઢલો ધારણ કરવો.
સાધુ-સંતો, માતા અને ગુરુજીની સેવા કરવી.
સદાચારનું સદૈવ પાલન કરવું.
ગળી વસ્તુઓનો વ્યાપાર કરવો નહીં.
પ્રાંગણમાં લીમડાનું વૃક્ષ ઉછેરવું.
રાત્રે સૂતી વખતે ઓશિકા પાસે એક પ્યાલામાં પાણી ભરીને મૂકવું. સવારે આ જળને કોઈ ફૂલછોડના ક્યારામાં નાખી દેવું.
પુત્ર-રત્નના જન્મ દિવસે નમકીન વસ્તુ વહેંચવી.
વૈદિક નિયમોનું હંમેશાં પાલન કરવું.
બહેન-દીકરી અને ફોઈને ઉપહારમાં મીઠાઈ આપવી.
ગળી રોટલી ગાયને ખવડાવવી.
વિધવાઓને મદદ કરવી અને તેમના આશીર્વાદ મેળવવા.
વૃષભ રાશિ

પરસ્ત્રીની સોબત કરવી નહીં.
મગની દાળનું દાન કરવું.
શનિવારે સરસિયું, અળસી અથવા તલના તેલનું દાન કરવું.
અર્ધાંગિનીને દરરોજ કંઈક ને કંઈક વસ્તુ આપવી.
શુક્રવારના દિવસે ઉપવાસ કરવો.
દૂધ, દહીં, ઘી અને કપૂર ધર્મસ્થાનો પર ચઢાવવાં.
વસ્ત્રોમાં અત્તર વગેરેનો ઉપયોગ કરવો.
ગૌ-દાન કરવું.
ચોખ્ખાં અને બહુ જૂનાં ન હોય તેવાં કપડાં ધારણ કરવાં.
નવાં પગરખાં જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનાઓમાં ખરીદવાં નહીં.
ચાંદી અથવા પ્લેટિનમના વેઢલા ધારણ કરવા.
ચોખા અથવા ચાંદીમાંથી એક વસ્તુ હંમેશાં પાસે રાખવી.
ચાંદીનો ટુકડો લીમડાના વૃક્ષ નીચેની જમીનમાં દાટવો.
            જુઠ્ઠી સાક્ષી પૂરવી નહીં.
કોઈની સાથે દગાબીજી કરવી નહીં.
ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવો.
મિથુન રાશિ

તામસિક ભોજનનો ત્યાગ કરવો.
માછલીઓને બંધનમુક્ત કરવી.
ફટકડી દ્વારા દાંત સાફ કરવા.
પાલતુ પશુ-પક્ષી પાળવા નહીં.
ચોખા અને દૂધ ધર્મસ્થાનોમાં ચઢાવવાં.
માતા તથા બાર વર્ષથી નાની કન્યાઓના આશીર્વાદ મેળવવા.
મગ પલાળીને કબૂતરોને ખવરાવવા.
પોપટ, ઘેટું, બકરી વગેરે પાળવા નહીં.
સૂર્યની વસ્તુઓનું દાન કરવું.
ગુરુ સાથે સંબંધિત ઉપાય દરેક કાર્યમાં સફળતા અપાવશે.
ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવો નહીં.
વાદળી કે તેના જેવા લાગતા રંગોનો ઉપયોગ કદી કરવો નહીં.
જમણા હાથમાં ચાંદીનો વેઢલો ધારણ કરવો.
માટીના વાસણમાં દૂધ ભરી તે નિર્જન સ્થાનમાં દાટવું.
લીલા રંગની શીશીમાં ગંગાજળ ભરી તે સૂમસાન જગ્યાએ દાટવું.
કર્ક રાશિ

નદી પાર કરતી વખતે તેમાં તાંબાનો સિક્કો પ્રવાહિત કરવો.
માતા પાસેથી ચાંદી અને ચોખા મેળવીને તેને પોતાની પાસે રાખવા.
પલંગમાં તાંબાની ખીલી જડવી.
ચાંદીના વાસણમાં દૂધ અને પાણી પીવાં.
ઘરના પાયામાં ચાંદીનો ટુકડો દાટવો.
ચોખા, ચાંદી, દૂધ વગેરે દીકરી અથવા સંતાનને આપવાં.
ઘઉં, ગોળ અને તાંબાનું દાન કરવું.
દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અને કન્યાદાનમાં ઉપયોગી સામાન આપવો.
સફેદ વસ્તુઓમાંથી બનેલી વસ્તુઓનો વ્યાપાર કરવો નહીં.
માતાની સલાહનું પાલન કરવું.
ધાર્મિક પ્રસંગોને હંમેશાં કાર્યનું રૂપ આપવું.
ઘરમાં સસલું પાળવું નહીં.
સદાચારનું હંમેશાં પાલન કરવું.
પિતૃઓના નિમિત્તનું ભોજન પંખીઓને ખવરાવવું
જો આપ ડોક્ટર હો તો રોગીઓને મફત દવા આપવી.
સિંહ રાશિ

ઘરના છેલ્લા ભાગના જમણા તરફનો રૂમ અંધારિયો રાખવો.
ઘરમાં હેન્ડપમ્પનો ઉપયોગ કરવો.
ચોખા, ચાંદી અને દૂધનું દાન કરવું.
મફતની કોઈ વસ્તુ કોઈની પાસેથી સ્વીકારવી નહીં.
અખરોટ અને નાળિયેરનું તેલ ધર્મસ્થાનોમાં આપવું.
માતા અને દાદી પાસેથી આશીર્વાદ મેળવવા.
સુરદાસ (અંધ વ્યક્તિ)ને ભોજન કરાવવું.
નશીલાં દ્રવ્યોનું સેવન કરવું નહીં.
તાંબાનો સિક્કો ખાખી દોરામાં પરોવીને ધારણ કરવો.
પોતાના વચનનું પાલન કરવું.
વૈદિક અને સદાચારના નિયમોનું પાલન કરવું.
સાળા, જમાઈ અને ભાણેજની સેવા કરવી.
લાલ માંકડાને ગોળ-ઘઉંનું ભોજન કરાવવું.
ચાંદી અથવા તેમાંથી બનેલી વસ્તુ હંમેશાં પાસે રાખવી.
કન્યા રાશિ

દીકરીને પ્રેમ અને સ્નેહ આપવાં.
પન્ના રત્ન ધારણ કરવું.
પુત્રીને ચાંદીની નથણી પહેરાવવી.
છત પર વરસાદનું જળ કોઈ પાત્રમાં રાખવું.
નવાં વસ્ત્ર ધારણ કરતાં પહેલાં તેને નદીના જળથી ધોવાં.
લીલા રંગનો રૂમાલ પાસે રાખવો.
ઘરમાં લીલા રંગનો ઉપયોગ કરવો નહીં.
ઘરમાં તુલસીનો છોડ રાખવો, પરંતુ મની પ્લાન્ટનો છોડ ઉછેરવો નહીં.
નશીલાં દ્રવ્યોનું સેવન કરવું નહીં.
શનિ ગ્રહ સંબંધી ઉપાય કરવો.
પહોળાં પાનવાળાં વૃક્ષ ઘરમાં ઉછેરવાં નહીં.
ઢાંકણ સાથેનો ઘડો નદીમાં પ્રવાહિત કરવો.
ભૂરા રંગનો કૂતરો પાળવો નહીં.
દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અને નાની કન્યાઓના આશીર્વાદ મેળવવા.
આપેલા વચનને યાદ રાખવું અને તેનું પાલન કરવું.
કોઈને પણ અપશબ્દ કહેવો નહીં.
કોઈની ઉપર ક્રોધ કરવો નહીં.
બુધવારના દિવસે ઉપવાસ કરવો.
લીલી વસ્તુઓ નદીના જળમાં પ્રવાહિત કરવી.
તુલા રાશિ

પોતાના હિસ્સામાંથી થોડું ભોજન પશુ-પક્ષીઓ અને ગાયને ખવડાવવું.
સાસુ-સસરા પાસેથી ચાંદી અથવા તેની કોઈ વસ્તુ મેળવીને પોતાની પાસે રાખવી.
પત્નીએ હંમેશાં કપાળે ચાંલ્લો કરી રાખવો.
ચાર પગવાળાં જાનવરોને પાળવાં.
ઈશ્વર પર શ્રદ્ધા રાખવી.
માખણ, બટાકા, દહીં વગેરેનું દાન કરવું.
ઘરમાં સંગીત, વાદ્ય અને નૃત્યનો પરિત્યાગ કરવો.
વૈદિક નિયમોનું પાલન કરવું.
દરરોજ ગાયને ઘાસ નાખવું.
સ્ત્રીનું હંમેશાં સન્માન કરવું.
સફેદ ગાયને બાદ કરતાં અન્યને ઘાસ આપવું.
પરમાત્માના નામે કોઈ દાનનો સ્વીકાર કરવો નહીં.
ધર્મસ્થાનોએ જઈને પ્રાર્થના કરવી.
ઘરના પાયામાં ચાંદી અને મધ દાટવાં.
વૃશ્ચિક રાશિ

પીપળાનું અને વડનું વૃક્ષ કાપવું નહીં.
વેપારી હો તો કોઈની પાસેથી ઉધાર માલ લેવો નહીં.
ભાભીની સેવા કરવી.
મોટા ભાઈની અવગણના કરવી નહીં.
લાલ રૂમાલનો ઉપયોગ કરવો.
દૂધ ઉકાળીને પાત્રની બહાર ઢળે નહીં તેનું ધ્યાન રાખવું.
અલગ અલગ માટીનાં વાસણોમાં મધ અને સિંદૂર મૂકી ઘરમાં રાખવાં.
પ્રાતઃકાળે મધનું સેવન કરવું.
મંગળવારના દિવસે ઉપવાસ કરવો.
હનુમાનજીને સિંદૂર અને ચોખા ચઢાવવાં.
મધ, સિંદૂર અને મસૂરની દાળ નદીમાં પ્રવાહિત કરવી.
વડીલોની સેવા કરવી.
શુદ્ધ ચાંદીના વાસણમાં ભોજન કરવું.
લાલ ગુલાબ દરિયામાં પ્રવાહિત કરવાં.
ધર્મસ્થાને જઈ બૂંદી અને લાડુનો પ્રસાદ ધરાવીને વહેંચવો.
ધન રાશિ

ધર્મસ્થાનોમાં ઘી, દહીં, બટાકા અને કપૂરનું દાન કરવું.
ભિખારીને નિરાશ પરત ફરવા દેવો નહીં.
ગંગાજળનું સેવન અને તેનાથી સ્નાન કરવું.
તીર્થયાત્રા કરવી તીર્થયાત્રામાં અન્યને મદદરૂપ બનવું.
હંમેશાં સાચું બોલવું.
પીળો રૂમાલ હંમેશાં સાથે રાખવો.
પિતાના પલંગ અને કપડાંનો ઉપયોગ કરવો.
પીપળાના વૃક્ષને પાણી ચઢાવવું.
કોઈને ઠગવું નહીં.
ગુરુ, સાધુ તેમજ પીપળાનું પૂજન કરવું.
બૃહસ્પતિવાર (ગુરુવાર)ના દિવસે ઉપવાસ અને વ્રત કરવું.
હરિવંશ પુરાણનો પાઠ કરવો.
ચાંદીના વાસણમાં હળદર લગાવીને તેને પોતાની પાસે રાખવું.
ગરુડ પુરાણનો પાઠ કરવો.
બ્રાહ્મણ, સાધુ અને કુલગુરુની સેવા કરવી.
મકર રાશિ

વાંદરાની સેવા કરવી.
દૂધમાં ખાંડ ભેળવી વડના વૃક્ષના મૂળમાં સીંચવું.
ક્યારેય અસત્ય બોલવું નહીં.
ભૂરી ભેંસ પાળવી.
ઘરનો કોઈ ભાગ અંધારિયો રાખવો નહીં.
પૂર્વ દિશાવાળા મકાનમાં રહેવું.
કેતુ સંબંધી ઉપાય કરવા.
ભેંસ, કાગડાઓ અને મજૂરોને ભોજન આપવું.
નદીમાં તાંબાનો સિક્કો પ્રવાહિત કરવો.
કાળા નીલા રંગનાં કપડાં પહેરવાં નહીં.
હંમેશાં પોતાની પાસે સોનું અથવા કેસર રાખવું.
અખરોટ ધર્મસ્થાનમાં ચઢાવવાં અને થોડીક ઘરે લાવીને રાખવી.
૪૮ વર્ષ પહેલાં ઘર બનાવડાવવું નહીં.
ચામડાં અને લોખંડમાંથી બનેલી વસ્તુઓ ખરીદવી નહીં.
માટીના વાસણમાં મધ ભરીને તે નિર્જન સ્થાને દાટી દેવું.
કુંભ રાશિ

પોતાની પાસે ચાંદીનો ટુકડો રાખવો.
મુખ્ય દ્વાર પર થોડું ઘણું અંધારું રાખવું.
છત પર ઈંધણાં મૂકવાં નહીં.
દક્ષિણ દિશાવાળા મકાનનો ત્યાગ કરવો.
મકાનના પાયા અથવા ઉંબરામાં ચાંદીનો તાર દાટવો.
ઘરના છેલ્લા ભાગની દીવાલ પર બારણું રાખવું નહીં.
શનિવારના દિવસે ઉપવાસ અને વ્રત રાખવું.
તેલનું દાન મંદિરમાં કરવું.
સરસિયાનું તેલ રોટલીમાં ચોપડીને તે રોટલી ગાયને ખવરાવવી.
ખિસ્સામાં નાની-નાની ચાંદીની ગોળીઓ રાખવી.
દૂધથી સ્નાન કરવું.
ઘઉં, ગોળ તથા કાંસાનું મંદિરમાં દાન કરવું.
ચાંદીનો ચોરસ ટુકડો ગળામાં ધારણ કરવો.
કેસર અથવા હળદરનું તિલક કરવું.
સોનાની વીંટી આંગળીમાં ધારણ કરવી.
મીન રાશિ

કોઈની પાસેથી દાન અથવા મદદનો સ્વીકાર કરવો નહીં.
પોતાના ભાગ્ય પર ભરોસો રાખવો.
રસ્તાની સામે કદી ખાડો રાખવો નહીં.
કેસર અને હળદરનું તિલક કરવું.
વયસ્કોની સેવા કરવી અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો.
કોઈની સામે સ્નાન કરવું નહીં.
ધર્મસ્થાને જઈ પૂજા-અર્ચન કરવાં.
કુળ પુરોહિતના આશીર્વાદ મેળવવા.
પીપળાના વૃક્ષનું પૂજન કરવું.
માથા પર શિખા (ચોટલી) રાખવી.
સંતોની સેવા કરવી. સાથે ધર્મસ્થાનની સફાઈ પણ કરવી.
બૃહસ્પતિ (ગુરુ)ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું.
સ્ત્રીની સલાહથી વ્યાપાર કરવો.
મંદિરમાં વસ્ત્રદાન કરવું.
સોનાની કોઈ વસ્તુને પીળા વસ્ત્રમાં લપેટી તે પોતાની પાસે રાખવી.
http://www.sandesh.com માંથી..

By Rekha Mehta

Rekha MehtaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events