ભીમશંકર

ભીમશંકર ભીમશંકર ભીમશંકર ભીમશંકર ભીમશંકર ભીમશંકર ભીમશંકર ભીમશંકર

હજારો વર્ષ પૂર્વે, આ જગ્યામાં કર્કટ અને પુરકસી નામનું એક રાક્ષસ યુગલ આ પર્વતીય વિસ્તારમાં રહેતું હતું. તેમને કર્કટી નામની પુત્રી હતી. તેનાં લગ્ન વિરાધ નામના રાક્ષસ સાથે થયેલાં. નજીકના બીજા એક જંગલમાં મહ‍ર્ષિ‍ અગસ્ત્યના શિષ્‍ય સુતીક્ષ્‍ણ નામના ઋષિને ખાઈ જવા આ રાક્ષસયુગલ ગયેલું.

bhimashankar

આથી સુતીક્ષ્‍ણ અને બીજા મહાત્માઓ ક્રોધાયમાન થયા, અને પોતાના ઉત્તમ તપ દ્વારા રાક્ષસ- યુગલને બાળીને ભસ્મ કરી નાંખ્યું. તેવી જ રીતે ભગવાન રામચંદ્રજીએ વિરાધને પણ મારી નાખ્યો હતો. એટલે કર્કટી આ જંગલમાં પાછી આવીને એકલી રહેવા લાગી હતી.
ત્યાં એક દિવસ લંકાપતિ રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ આવી ચડ્યો, અને કર્કટી સાથે તેની ઈચ્છા વિરુદ્ધ રહ્યો. પરિણામે ભીમાસુર નામના રાક્ષસ-પુત્રનો જન્મ થયો. ભીમાસુર જ્યારે મોટો થયો અને કર્કટી પાસેથી આ કથની સાંભળી, ત્યારે તેને ખબર પડી કે તેના બંને પિતા – વિરાધ તથા પોતાના ખરા પિતા કુંભકર્ણને ભગવાન રામચંદ્રજીએ મારી નાખેલા. આથી ભીમાસુર અત્યંત ક્રોધાયમાન થઈને ઊકળી ઊઠ્યો. પૃથ્વી ઉપર જ્યારે જ્યારે અનિષ્‍ઠોનો ત્રાસ વધે છે, ત્યારે ત્યારે ભગવાન વિષ્‍ણુ માનવ-અવતાર ધારણ કરે છે, અને એ રીતે રામચંદ્રજીના સ્વરૂપે વિષ્‍ણુજીએ ભીમાસુરનાં કુટુંબીજનોના વધ કર્યા હતા. તેથી આ અસહ્ય કષ્‍ટનો બદલો લેવા વિષ્‍ણુજીનો નાશ કરીને વિશ્વમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા ભીમાસુરે નિશ્ચય કર્યો, અને એ માટે સર્વશ્રેષ્‍ઠ શક્તિ અને બળ પ્રાપ્‍ત કરવા માટે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટું તપ આદર્યું. બંને હાથ સૂર્ય તરફ રાખીને સૂર્ય સામે જ જોતાં જોતાં એક પગ ઉપર ઊભો રહેતો.

By Rekha Mehta

Rekha MehtaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events