દાંપત્યજીવન : એક અભિનવ ર્દષ્ટિ

દાંપત્યજીવન : એક અભિનવ ર્દષ્ટિ દાંપત્યજીવન : એક અભિનવ ર્દષ્ટિ

એક જૂની કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા ને બીજું સુખ સુલક્ષણા નાર.‘
‘સુલક્ષણા નાર‘ને ભલે અહીં બીજું સુખ કહ્યું, પરંતુ હકીકતે તો એ જ મૂળભૂત સુખ છે, કારણ કે જો દાંપત્યજીવન દુઃખમય હોય તો શરીરનું સુખ, ધનનું સુખ કે અન્ય કોઈ સુખ મનુષ્‍ય આનંદથી માણી શકતો નથી.
જ્યોતિષશાસ્ત્ર પણ તેથી જ તો જન્મકુંડળીનાં સૌથી બે મહત્વનાં સ્થાન તરીકે પ્રથમ દેહ ભુવન અને સાતમાં દાંપત્ય ભુવનને દર્શાવે છે.
દાંપત્યજીવન માટે સાતમું સ્થાન તથા શુક્ર, મંગળ, શનિ, રાહુ અને સપ્‍તમેશ ગ્રહ આટલી બાબતનો અભ્યાસ જરૂરી છે. જ્યોતિષવિષયક તારણો નીચે પ્રમાણે આપી શકાય.
(૧) શુક્ર દાંપત્યજીવનનો કારક ગ્રહ છે. તે જો ઉચ્ચનો હોય, સ્વગૃ્હી હોય, શુભ સ્થાનમાં હોય, ૧૦થી ૨૦ અંશ વચ્ચેનો હોય તો મનુષ્‍યનું દાંપત્યજીવન સુખમય હોય છે.
(૨) સપ્‍તમેશ સાતમાં ભાવમાં જ હોય તો દાંપત્યજીવન સ્થિર ને સમતોલ – સુખમય રહે છે, કારણ કે સ્થાનાધિપતિ પોતાના સ્થાનને બગાડતો નથી.
(૩) સાતમું સ્થાન શુભ ગ્રહોથી ભરેલું હોય, સાતમાં સ્થાને શુભ ગ્રહોની ર્દષ્ટિ હોય તો દાંપત્યજીવન સારું હોય છે. જો કે સાતમાં સ્થાને ગુરુ હોતાં લગ્ન મોડાં થાય છે.
(૪) સાતમા સ્થાને મંગળ હોય તો દાંપત્યજીવન વિક્ષિ‍પ્‍ત બને છે, પરંતુ મંગળની બાબતમાં બીજી પણ ઘણી બાબતો જોવી જરૂરી છે.
લગ્ને વ્યયે ય પાતાલે જામિત્રે ચાષ્‍ટમે કુજે ।
કન્યા ભર્તુ વિનાશાય ભર્તા કન્યા વિનશ્યતિ ॥
અર્થાત્ જન્મકુંડળીમાં મંગળ જો લગ્ને, બારમે, ચોથે, સાતમે કે આઠમે હોય તો કન્યા પતિનો કે પતિ કન્યા (પત્ની)નો વિનાશ કરે છે. આવું શાસ્ત્રવચન છે, પણ આ શાસ્ત્રવચન માત્રથી ભડકી જવાની જરૂર નથી કેમ કે જો લગ્ને મેષનો, ચોથે વૃશ્ચિકનો, સાતમે મકર કે કુંભનો, ૮મે કર્કનો તથા બારમે ધનનો મંગળ હોય તો દોષકારક નથી. આ ઉપરાંત મંગળ કોઈપણ રીતે નિર્બળ બન્યો હોય, જેમ કે અલ્પ કે વૃદ્ધ અંશનો હોય, વક્રી હોય, નીચનો હોય, અસ્તનો હોય, ગુરુથી યુક્ત કે ર્દષ્‍ટ હોય તો પણ મંગળનો દોષ હળવો બની જાય છે.

(૧૦) સાતમે મંગળ-શુક્રની યુતિ હોય તો તે જાતકનું ચારિત્ર્ય નબળું હોય છે અને તેનું દાંપ્‍ત્યજીવન જીવનસાથીના મનમાં હંમેશાં ચારિત્ર્યવિષયક શંકાકુશંકાથી ક્લિષ્‍ટ રહે છે.
(૧૧) સાતમા સ્થાને રહેલો સૂર્ય ઘમંડી જીવનસાથીનો કારક બને છે. એ જ રીતે જેની કુંડળીમાં સાતમે ચંદ્ર હોય તેને સૌમ્ય ને શાંત જીવનસાથી મળે છે. સાતમે બુધ સમજુ જીવન સાથી આપે છે.
દાંપ્‍ત્યજીવનની સુખાકારી માટે સાતમા સ્થાનનો અને ઉપરોક્ત ગ્રહોનો અભ્યાસ મૂળભૂત બાબત છે. આ ઉપરાંત ગુણાંક પણ જોવા જોઈએ. ૧૮ ઉપરના ગુણાંક સારા ગણાય છે. ઉપરાંત, નક્ષત્ર-યોનિ, રાશ્યાધિપતિ-સપ્‍તમાધિપતિ ગ્રહોની મૈત્રી, નાડીદોષ, દેવ – મનુષ્‍ય – રાક્ષસ – ગણ, પરસ્પર રાશિથી બનતા શુભ – નવપંચક, પ્રીતિ ષડાષ્‍ટક, વર્જ્ય સમસપ્‍તક વગેરે બાબતોનો પણ દાંપત્યજીવનની સુખાકારી માટે જોવાય છે.
કારકગ્રહો પોતાના સ્થાનમાં હોય તો પોતાના સ્થાનને નબળું પાડે છે, એવો એક મત છે જેમ કે કારકાઃ ભાવનાશકાઃ (જાતક પારિજાત) એ ર્દષ્ટિએ સાતમા સ્થાનનો કારક શુક્ર જો સાતમે જ હોય તો સાતમા સ્થાનને નિર્બળ બનાવે. પણ અનુભવની એરણે આ નિયમ હંમેશાં સાચો લાગ્યો નથી. કારક ગ્રહ પોતાના સ્થાને શા માટે નિર્બળ બનાવે ? તે એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. અહીં તો માત્ર એટલું જ નોંધવું પર્યાપ્‍ત છે કે સાતમે, સપ્‍તમ સ્થાનનો કારક શુક્ર હોય તો એ મુદ્દો દાંપત્યજીવનની સુખાકારી માટે બાધક નહીં બને.
સાતમા સ્થાનની ગ્રહવિષયક વિપરીત સ્થિતિ હંમેશાં જીવનસાથીનું મૃત્યુ કે લગ્નવિચ્છેદ જ કરાવે એમ માની લેવું જરૂરી નથી. ક્યારેક સારાં કારણોસર બન્‍નેની વ્યસ્તતા એકબીજાનો સંપર્ક ઓછો રખાવે એવું પણ બને. ઉપરાંત વ્યક્તિની પોતાની કુંડળી પણ મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે માત્ર સાતમું સ્થાન દુષતિ હોય, પણ વ્યક્તિગત રીતે જાતકની કુંડળી શુભ બનતી હોય તો તેવી વ્યક્તિનું દાંપત્યજીવન એકંદરે નભે છે.
જ્યોતિષશાસ્ત્ર મનુષ્‍યના માર્ગદર્શન માટેનું શાસ્ત્ર છે, તેને ભયભીત કરવા માટે કે ગેરમાર્ગે દોરવા માટે નથી, તેથી અનેક બાબતોનો સર્વાંગી અભ્યાસ કર
ડો. બી. જી. ચંદારાણા

By Rekha Mehta

Rekha MehtaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
Font Converter online
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events