વ્યકિતની ઉકિત અને સૂત્રો વ્”મારા જેવા અલ્પાત્માને માપવા સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.” – મહાત્મા ગાંધી ”જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે. ” – નરસિંહ મહેતા ”બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ” – ટીપુ સુલતાન ”ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ” – બાજીરાવ પહેલો ”ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તી સુધી મંડયા [...]
ગ્રહોની અવસ્થા જ્યોતિષશાસ્ત્ર એક અત્યંત ગહન શાસ્ત્ર છે. જન્મકુંડળીને આધારે જાતકના જીવન વિષે કે જાતકના જીવનના કોઈ ખાસ પ્રશ્ન વિષે નિર્ણય લેતાં પહેલાં અનેક બાબતોનો અભ્યાસ કરી, તેના તારણરૂપે જે નિર્ણય આપી શકાય. સામાન્ય રીતે કુંડળીના ૧૨ ભાવ, ૧૨ રાશિઓ, નવ ગ્રહોના સંયુક્ત અભ્યાસથી ફલાદેશ કરવામાં આવતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત મહત્વનો ગણાય એવો એક મુદ્દો ગ્રહોની અવસ્થાનો છે. જ્યોતિષશાસ્ત્રે ગ્રહોની દસ અવસ્થાઓ દર્શાવી છે તે નીચે પ્રમાણે છે. [...]
૧.પંચામૃત : દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું મિશ્રણ. ૨.પંચપ્રાણ : પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. ૩.પંચમહાપાતક : બ્રહ્મહત્યા, સુરાપાન, પરસ્ત્રીગમન, ચોરી અને આવા પાપીનો સંગ. ૪.પંચબ્રાહ્મણ : અરવિંદ, અશોક, નવમાલિકા, આંબામોર અને નીલોત્પલ. ૫.પંચવૃક્ષ : સ્વર્ગમાં પાંચ વૃક્ષ આ પ્રમાણે છે : પારિજાત, મંદાર, સંતાન, કલ્પ અને હરિચંદન. ૬.પંચાગ્નિ : ગાહ, પત્થ, આહવનીય, દક્ષિણ સભ્ય અને આવસથ્ય. ૭.પંચાંગ : ભારતીય પંચાંગના પાંચ અંગ આ પ્રમાણે છે : તિથિ, [...]
જગ પાલક શ્રીવિષ્ણુ ભગવાન આપણે રામ, કૃષ્ણ, નરસિંહ વગેરે ભગવાનની પૂજા કરીએ છીએ પરંતુ હક્કિતમાં તે ભગવાન શ્રી વિષ્ણુના જ અવતારો છે. બ્રહ્માજીએ તો સૃષ્ટિની રચના કરી દીધી, પરંતુ આ સમગ્ર સૃષ્ટિનું ચક્ર સતત વ્યવસ્થિત ચાલે તે જોવાની જવાબદારી શ્રી વિષ્ણુની છે એટલે જ તેમને સૃષ્ટિના પાલનકર્તા કહ્યા છે. આપણા વેદશાસ્ત્રો જુઓ કે રામાયણ, મહાભારત જેવા પૈરાણિક ગ્રંથોનું નિરીક્ષણ કરો, શ્રી વિષ્ણુ દરેકમાં છવાયેલા છે. શ્રી વિષ્ણુના નામ પણ અપાર [...]
दोहा जनक जननि पदम दुरज, निज मस्तक पर धारि । बन्दौं मातु सरस्वती, बुद्धि बल दे दातारि ।। पूर्ण जगत में व्याप्त तव, महिमा अमित अनंतु । रामसागर के पाप को, मातु तुही अब हन्तु ।। चौपाई जय श्रीसकल बुद्धि बलरासी । जय सर्वज्ञ अमर अविनाशी ।। जय जय जय वीणाकार धारी । करती सदा सुहंस सवारी ।। रुप चतुर्भुजधारी माता । सकल विश्व अन्दर विख्याता ।। जग में पाप [...]
હિંદુઓના જીવનનો અંતિમ સંસ્કાર અંત્યેષ્ટી છે, જેની સાથે એના આ ઐહિક જીવનનો અંતિમ અધ્યાય પૂરો થાય છે. મરણ પછીની આ છેલ્લી ક્રિયાને ‘અંત્યેષ્ટી ઇષ્ટિ’ (છેલ્લો યજ્ઞ) કહે છે. જીવનકાલ દરમ્યાન પ્રત્યેક હિંદુ પોતાની પ્રગતિના ભિન્ન ભિન્ન સ્તરો પર વિવિધ ક્રિયાઓ અને વિધિવિધાનો કરે છે. મૃત્યુ બાદ પરલોકમાં ભાવિ સુખ તથા કલ્યાણ માટે એનો અંતિમ સંસ્કાર કરાય છે. બૌધાયન પિતૃમેધસૂત્ર (3, 1, 4) અનુસાર જન્માંતર સંસ્કારો દ્વારા વ્યકિત આ લોકને જીતે [...]
બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે. ચુડાકરણ સંસ્કાર ‘ચૂડા-ચૂલા’ એટલે શિખા (ચોટલી). બાકીના ચૂલ (વાળ)નું મુંડન કરી માથાની ટોચ પર શિખા રાખવામાં આવે, તેને ‘ચૂડાકરણ’ કે ‘ચૌલકર્મ’ કહે છે. चूडा-चूला નો અર્થ મસ્તક પણ થાય છે, તેથી ‘ચૂડાકર્મ’ કે ‘ચૌલકર્મ’ શબ્દ મસ્તક (પરના કેશ) નું મુંડન એ અર્થમાં પણ પ્રયોજાતો હતો. કેશછેદન એ આ સંસ્કારનું મુખ્ય પ્રયોજન છે. ધર્મશાસ્ત્રો અનુસાર દીર્ઘ [...]
બાલ્યાવસ્થાના સંસ્કારોમાં જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ અને કર્ણવેધ એ છ સંસ્કારોનો સમાવેશ થાય છે. અન્નપ્રાશન સંસ્કાર અર્થઃ આ સંસ્કાર બાળકની શારીરિક આવશ્યકતાની પૂર્તિ સાથે સંબંધ ધરાવે છે. બાળક સામાન્ય રીતે પાંચ-છ માસનું થાય ત્યાં સુધીમાં માતાના દૂધ પર જીવતું હોય છે. એ પછી બાળકના પોષણ માટે માતાનું દૂધ ઓછું પડતું જાય છે, અને બાળકની તંદુરસ્તી માટે તેની ખોરાકની જરૂરિયાત વધતી જાય છે. ખોરાક બાળકને શકિત આપે છે, એવા ખ્યાલ [...]
વિદ્યારંભ સંસ્કાર શૈક્ષણિક સંસ્કારો શૈક્ષણિક સંસ્કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્નાન) સંસ્કારોનો સમાવેશ થાય છે. વિદ્યારંભ સંસ્કાર સમયઃ આ સંસ્કાર કરવા માટે કાર્તિક સુદ ૧રથી આષાઢ સુદ ૧૧ના દિવસ સુધીનો સમય શુભ ગણાય છે. ૧લી, ૬ઠ્ઠી અને ૧૫મી તથા રિકતા (૪,૯ અને ૧૪) તિથિઓ તેમજ રવિવાર અને મંગળવાર સિવાયના દિવસોએ આ સંસ્કાર પ્રયોજાય છે. સૂર્ય જયારે ઉતરાયણ (મકરથી મિથુન રાશિમાં-રરમી ડિસેમ્બરથી ર૧મી જૂન)માં હોય ત્યારે [...]
श्री सुर्य चालीसा दोहा कनक बदन कुण्डल मकर, मुक्ता माला अड्ग । पद्मासन स्थित ध्याइये, शंख चक्र के सड्ग ॥ चौपाई जय सविता जय जयति दिवाकर । सहस्त्रांशु सप्ताश्व तिमिरहर ॥ भानु पतंग मरीची भास्कर सविता । हंस सुनूर विभाकर ॥ विवस्वान आदित्य विकर्तन । मार्तण्ड हरिरूप विरोचन ॥ अम्बरमणि खग रवि कहलाते । वेद हिरण्यगर्भ कह गाते ॥ सहस्त्रांशुप्रद्योतन कहि कहि । मुनिगन होत प्रसन्न मोदलहि ॥ अरुण सदृश [...]



