सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्। उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર… परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करम्। सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર… वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे। हिमालये तु केदारं घुश्मेशं च शिवालये વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર… एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात: पठेन्नर:। सप्तजन्मकृतं पापं स्मरणेन विनश्यति જે કોઈ પણ મનુષ્ય [...]
રત્નૈ: કલ્પિતમાસનં હિમજલૈ: સ્નાનં ચ દિવ્યાંબરં, નાનારત્ન વિભૂષિતં મૃગમદામોધંક્તિં ચંદનમ જાતિ-ચંપક બિલ્વપત્રરચિતં પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવ ધ્યાનિધે પશુપતે ઋત્કલ્પિતં ગૃહ્યતામ સૌવર્ણે નવરત્નખંડ રચિતે પાત્રે ધૃતં પાયસં, ભક્ષ્યં પંચ વિધં પયોદધિયુક્તંરંભાફલં પાનકમ શાકાનામયુતં જલં રુચિકરં કર્પૂરખંડોજ્જવલં, તાંબુલં મનસા મયા વિરર્ચિતં ભકત્યા પ્રભો સ્વીકુરુ છત્રં ચામરયોર્યુગં વ્યજનકે ચાદર્શક નિર્મલં વીણાભેરિમૃદંગકાહલકલા ગીતં ચ નૃત્યં તથા સાષ્ટાંગં પ્રણતિઃ સ્તુતિર્બહુવિદ્યા હેતત્સમસ્તં મયા, સંકલ્પેન સમર્પિતં તવ વિભો પૂજાં ગૃહાણ પ્રભો આત્મા ત્વં ગિરિજા મતિઃ [...]
ક્રીડારામં તુ યઃ કુર્યાદુદામફલસંયુતમ્ । સ ગચ્છેચ્છંકરપુરં વસત્તત્ર યુગત્રયમ્ ॥ ઉત્તમ પ્રકારનાં ફળ આપનારાં વૃક્ષોથી યુક્ત ઉદ્યાન બનાવનારો માણસ મૃત્યુ બાદ કૈલાસમાં જાય છે અને ત્યાં ત્રણ યુય પર્યંત રહે છે. એતત્સર્વં પરિજાય વૃક્ષારોપં સમારભેત્ । ધર્માર્થકામમોક્ષાણાં દ્રુમેભ્યઃ સાધનં યતઃ ॥ એ સઘળું જાણીને વૃક્ષારોપણ કરવું; કારણ કે વૃક્ષો ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન છે. અશ્વત્ગમેકં પિચુમન્દમેકં ન્યગ્રોધમેકં દશ ચિશ્ચિણીકાઃ । કપિત્થબિલ્વામલકં ત્રયં ચં પંચાંમ્રવાપો નરકં ન પશ્યેન્ ॥ [...]
આગામી ઋતુમાં તમે પણ તમારી રાશિ મુજબ તમારા ઘરમાં, આંગણામાં, બગીચામાં, ઓફિસે, ફેકટરીમાં કે સ્કુલમાં વૃક્ષો વાવો અને દેવતાઓને તથા ધરતીમાતાને પ્રસન્ન કરો. * કાગડા અને વૃક્ષથી થતાં શુકન (૧) વૃક્ષો પર કાગડા બેસીને રમતાં હોય કે આનંદ પ્રમોદ કરતા હોય તો નીચે મુજબ લાભ થાય છે. અ.નં. વૃક્ષનું નામ શું લાભ થાય
દરેક ગ્રહનાં મૂળ રત્નો હોય છે. પરંતુ કેટલાંક એવાં રત્નો હોય છે કે જેને મૂળભૂત રીતે કોઈ ગ્રહના રત્ન તરીકે ઓળખાવી શકાય નહીં. તેમને મૂળ રત્નના સહાયક કે ઉપરત્નો તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિ મૂળ કે સાચાં ગ્રહરત્નો મોંઘા હોવાના કારણે ઘણીવાર ધારણ કરી શકતી નથી. તેવા સંજોગોમાં ઉપરત્નો કમસે કમ એકાદ ગ્રહખામીને ટાળવા માટે સમર્થ હોઈ તથા મૂલ્યમાં સસ્તાં હોઈ ઘણાં લોકો ધારણ કરે છે. આવાં કેટલાંક રત્નો [...]
જ્યોતિષશાસ્ત્રમાં રોગ માટે છઠ્ઠો ભાવ-ષષ્ઠેશ ૬-૮નો સંબંધ, રાશિ આધારિત જાતકને ક્યા દર્દો થઈ શકે તેનું સ્પષ્ટ નિદાન થઈ શકે છે. રાશિ સંબંધિત થતા રોગો : મેષ :- મસ્તકનાં દર્દો, મગજની અંદરના અવયવો, માથું દુઃખવું, આધાશીશી, નસ તૂટવી, મગજની અંદર રક્તશાસ્ત્રવ, વગેરે દર્દો આપે. વૃષભ :- નાનું મગજ, ગળાનો ભાગ, સ્વર નળી, ટોન્સીલ, કાન, ખોપરીનો પાછળનો ભાગ, હડપચી, ગળાની મુખ્ય ધમની, કબજિયાત, ગુપ્તરોગ, સ્ત્રીઓમાં માસીકની અનિયમિતતા વગેરે દર્દો આપે.? મિથુન :- [...]
ચંદ્રના દક્ષિણ મધ્યબિદુંને કેતુ કહેવાય છે. કેતુનો અર્થ પ્રતિક કે ધ્વજ થઈ શકે. રાહુ ભૌતિક સૂચવે છે તો કેતુ આધ્યાત્મિકતા, ધર્મની ઉત્પત્તી અને ભૌતિકતાનું પરિવર્તન આત્માની શોધ તરફ થાય તેમ સૂચવે છે. કેતુ ભૌતિક સુખ માટે હાનિકારક અને આધ્યાત્મિકતા માટે લાભદાયક ગ્રહ છે. તે શોક, ખોટ વગેરે સર્જે છે જે આખરે વ્યકિતને પરમ ઈશ્વરની સમીપે લઈ જનાર ગ્રહ છે, કુશાગ્ર બુધ્ધી, સ્વતંત્રતા કલ્પનાશકિત, આંતરીક, સુક્ષ્મદૃષ્ટિ, ચિત્તભ્રમ (પાગલપણ), હથિયાર – શસ્ત્રોને [...]
સંસ્કાર (સંસ્કારની ધાર્મિક વિધિ) એ જગતના કોઇ પણ ધર્મનું અને તેમાંયે ખાસ કરીને હિંદુ ધર્મનું મહત્વપૂર્ણ અંગ છે. ઇતિહાસના પ્રારંભથી સંસ્કારો ધાર્મિક તથા સામાજિક એકતાનું પ્રભાવક માધ્યમ રહ્યા છે. સંસ્કારોનો સંબંધ સંપૂર્ણ જીવન સાથે હોવાથી કોઇ પણ સંસ્કૃતિને પૂર્ણ રૂપથી સમજવા માટે સંસ્કારોનું અધ્યયન મહત્વપૂર્ણ છે. ‘સંસ્કાર’નો અર્થઃ
* પ્રાચીન ભારતની દેવભાષા સંસ્કૃતને વિશ્વના અનેક વિદ્રાનો તમામ ભાષાઓની માતા કહે છે. એટલે કે વિશ્વની એ સૌથી પ્રાચીન ભાષા છે અને તેમાથી જ અન્ય ભાષા ઉત્પન્ન થઈ છે. *સંસ્કૃતનું વ્યાકરણ વિશ્વનું સૌથી વધુ સમુદ્ર.ગણિતની જેમ અત્યંત પધ્ધતિસર અને સૌથી વધુ તર્કબધ્ધ વ્યાકરણ છે.
* ભારતીય સંસ્કૃતિ વિશ્વની સર્વપ્રથમ સુશિક્ષિત,સુવિકસિત સંસ્કૃતિ હતી. આ સંસ્કૃતિએ વિશ્વને સર્વપ્રથમ યુનિવર્સિટી – તક્ષશિલા વિધાપીઠની ભેટ આપી હતી. * તક્ષશિલા યુનિવર્સિટીમાં સ્તાનક(ગેજયુએટ)થયા પછી અનુસ્નાનક તરીકે (પોસ્ટ ગેજયુએટ)વિશેષ અભ્યાસ માટે ૧૦,૫૦૦ વિધાર્થી ભણતા હતા.વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીમાં અનુસ્નાનકોનીઆટલી મોટી સંખ્યા આજે પણ નથી!



