ગ્રહોની શાંતિના કાર્ય અને દેવી-દેવતાઓના હોમ-હવન સમયે હોમવામાં આવતાં હોમાત્મક દ્રવ્યો ચાર  પ્રકારના લેવામાં આવે છે. તેમાં એકપણ પ્રકાર ઓછો હોય તો ફળસિધ્ધિ મળતી નથી. ચારેય પ્રકારના દ્રવ્યો હોય તો જ સંપૂર્ણ ફળ સિધ્ધિ પ્રાપ્‍ત થાય છે.


(૧)સુગંધીત દ્રવ્યો : કેસર, કસ્તુરી, અંબર, શ્વેતચંદન, કપુર, જાવંત્રી, જાયફળ, અગર, તગર, પાંદડી, એલાયચી.
(૨)પુષ્‍ટીકારક દ્રવ્યો : ગાયનું ઘી, ફળ, કંદ, અન્ન, તલ, સાલમ, મૂસળી, બદામ, કાજુ, અંજીર, જરદાલુ.
(૩) મિષ્‍ટ દ્રવ્યો : સાકર, છૂઆરિ, ખારેક, દ્રાક્ષ, મધ, ટોપરું દૂધ.
(૪) રોગનાશક ઔષધિઓ : ગળો, સોમવેલી, બ્રાહ્મી તથા ગ્રહો માટે નિયત ઔષધિઓ વાપરવામાં આવે છે. અગાઉ હવનમાં પ્રગટાવવા માટેનો અગ્નિ વનસ્પતિના અરણી (ક્ષૃપ) નામના લાકડાના ઘર્ષણ દ્વારા પ્રગટાવવામાં આવતો હતો. મોટા ભાગના દ્રવ્યો વનસ્પતિ કે વૃ્ક્ષોમાંથી મળે છે.
(૧) ઋતુ પ્રમાણે નીચે પ્રમાણેના વૃક્ષોનાં સમિધો(યજ્ઞમાં હોમ માટેની સામગ્રી)એટલે કે લાકડાં હોમાત્મક કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
અ.નં.    ઋતુનું નામ    જે વૃક્ષના સમિધો વાપરવા તેનું નામ

૧.વસંત = ખીજડો (શમી)
૨.ગ્રીષ્‍મ = પીપળો
૩.વર્ષા = બીલી
૪.શરદ = આંબો
૫.હેમન્ત = ખેર
૬.શિશિર = ઉંમરો (ગુલર)

Posted on Jan - 23 - 2012

mehta.rekha
mehta.rekha | Blog | @twitter | @facebook

mehta rekha  has written 35 awesome articles for brahmsamaj.org

 

Get Articles in your Inbox:

Categories: Members-Article

Leave a Reply

You must be logged in to post a comment.

માનવદેહની નિરર્થકતાનું પ્રતિક

આપણી ભારતીય સંસ્‍કૃતિ મહાન છે. તેણે શ્રી રામ જેવા ઈશ્‍વરી [...]

ભારતીય સંસ્‍કારોના ઉદેશ

પ્રાચીન સમયથી હિંદુઓની એ માન્‍યતા રહી છે કે મનુષ્‍ય ચારે [...]

ભારતીય સંસ્‍કારોની સંખ્‍યા

શાસ્‍ત્રીય દષ્ટિએ સંસ્‍કાર ગૃહસૂત્રોના વિષયક્ષેત્રમાં આવે છે. છતાં અહીં પણ [...]

માનવદેહની નિરર્થકતાનું પ્રતિક

માનવદેહની નિરર્થકતાનું પ્રતિક દોણીhttp://marketdecides.com/ આપણી ભારતીય સંસ્‍કૃતિ મહાન છે. તેણે [...]

દેવ-ભોગ/પ્રસાદ

આદિ માનવ ગુફા જીવન જીવતો ગુડામાં અંધકારને દૂર કરવા ચકમકના [...]

He has poured his insight and experiences of Gayat

Brahmin Social Network

Events

Fully Functional Website

Date: Dec 25 2011

Brahmin Website

Date: Dec 28 2011

Sponsors

  • SEO-SEM-SMM
  • jeevanshailee
  • Cheap Web Hosting
  • Modern B2B Portal