વિશ્વનાથ

વિશ્વનાથ વિશ્વનાથ વિશ્વનાથ

કાશી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ મંદિરને ગોલ્ડન ટૅમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાશી વિશ્વનાથ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ છે. કાશી અથવા વારાણસી અથવા બનારસ એ દેવોના દેવ મહાદેવનું નિવાસસ્થાન ગણાય છે. ગંગાના પશ્ચિમકાંઠે વસેલી કાશી નગરી સૌથી પુરાણી નગરી મનાય છે. કાશીને હિન્દુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પુરીઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાશીમાં ભારતના સૌથી અધિક શિવાલયોની સંખ્યા હશે એવું મનાય છે. કાશીને રુદ્રમય પણ માનવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર શિવજીના ત્રિશૂળ પર વસેલું કાશી, વારાણસી, બનારસ, અવિમુક્ત, આનંદવન, મહાસ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે.  આ સ્થળે શિવજી સ્વયં મરણોન્મુખ જીવને તારકમંત્ર સંભળાવે છે, એટલે જીવને બ્રહ્મજ્ઞાન મળે છે. આ માન્યતાને કારણે અહીં મૃત્યુનો મહિમા છે.

પૌરાણિક કથા અનુસાર હિમાલયના કૈલાસમાં વસવાટ કરતા શિવજીનાં ધ્યાન કે સમાધિમાં કોઈ વિઘ્ન આવે તે માટે માતા પાર્વતીજીએ શિવજીને બીજું સ્થાન શોધવાની પ્રાર્થના કરી અને શિવજીએ રાજા દિવોદાસની કાશીનગરી પસંદ કરી. જ્યારે નિકુંભ નામના શિવગણે આ નગરી માનવરહિત બનાવી ત્યારે રાજા દિવોદાસને ખુબ દુઃખ થયું. આથી તેમણે ઘોર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કરી પોતાનું દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરી. આથી બ્રહ્માજીની સમજાવટ થી શિવજી મંદરાચલ ચાલ્યા ગયા. પરંતુ શિવજીનો વારાણસી પ્રત્યેનો સ્નેહ જોઈ ભગવાન વિષ્ણુએ રાજા દિવોદાસને જ્ઞાનોપદેશ આપતાં દિવોદાસ તપોવન જવા રાજી થઈ ગયા અને ત્યારબાદ વારાણસી શિવજીનું કાયમી નિવાસસ્થાન બની ગયું. શિવજીએ આ નગરની સ્થાપના ત્રિશૂળ પર કરી છે. 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ મણિકર્ણિકા ઘાટે આવેલી છે.

અંદાજે 40 ચોરસફૂટ જેટલા વિસ્તારમાં પથરાયેલા મંદિરમાં બે ગર્ભગૃહ અને ત્યારબાદ બે સભામંડપ છે. બે ગર્ભગૃહ પર ચતુષ્કોણી શિખર છે અને સભામંડપ પર ઘુમ્મટ આકાર શિખર છે. આ ઘુમ્મટ અને ડાબા ગર્ભગૃહ શિખર પર રણજિત સિંહે આપેલું સુવર્ણપાત્ર જોઈ શકાય છે.  ડાબી તરફના ગર્ભગૃહમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. આ જ્યોતિર્લિંગ ગર્ભગૃહની વચમાં નથી, પરંતુ એક ખૂણામાં છે. તેની શાળુંકાનો ભાગ ચાંદીથી મઢેલો છે. મુખ્ય શિવલિંગ મધ્યમ કદનું છે.

અહીં ગંગાજીસ્નાનના મહિમા ઉપરાંત ચાર સ્થળોના દર્શનનો મહિમા છે. પ્રથમ તો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મંદિર, સંકટમોચન હનુમાનજીનું મંદિર, મા અન્નપૂર્ણા મંદિર અને કાળબૈરવનું મંદિર.

અહીં દર ત્રીજા વર્ષે પંચકોશી યાત્રા થાય છે. ગંગાજીના કિનારે શ્રેણી ઘાટ આવેલા છે. કાશીમાં જ લગભગ 57 થી 64 જેટલા ઘાટ છે. એમાંના મુખ્ય કાશી ઘાત , મણિકર્ણિકા ઘાટ, દશાશ્વમેઘ ઘાટ મુખ્ય છે.  અન્ય ઘાટમા વરુણાસંગમ ઘાટ, પંચગંગા ઘાટ, અસ્સી સંગમ ઘાટ, જલાશાયી ઘાટ, શિવાલા ઘાટ, કેદાર ઘાટનો સમાવેશ થાય છે. કેદાર ગાટ પર આવેલા પુરાણા કેદારેશ્વર મંદિરની બાજુમાં આવેલા ગૌરીકુંડને ઘણો પવિત્ર માનવામાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં વરુણા અને અસી નદીઓ જયાંથી વહે છે એ વારાણસીમાં વિશ્વનાથ જયોર્તિલિંગ આવેલું છે. નગરની વચ્ચોવચ ગૌદોલિયા ચોક પાસે સાંકડી ગલીઓમાં આ વિખ્યાત મંદિર આવેલું છે. અહીંથી ગંગાતટ એકાદ ફર્લાંગ દૂર છે. અને લલિતા-ઘાટ સૌથી નજીકનો ઘાટ છે.
શિવજીના લગ્ન પાર્વતીજી સાથે થયા પછી ભગવાન શંકર હિમાલય પર્વત પર રહેતા હતા. પરંતુ પાર્વતીજીને પોતાના પતિ ઘરજમાઈની માફક પિયરમાં રહે તે ગમતું નહીં. તેથી ભગવાન શિવે નવાં સ્થળો શોધતાં શોધતાં કાશી ક્ષેત્રમાં નિવાસ કરવાનું નકકી કર્યું.
આ વખતે સુદેવના પુત્ર સમ્રાટ દિવોદાસ વારાણસીનગર પર રાજ કરતાં હતા. ભગવાન શંકરે પોતાના સેવક નિકુમ્ભ મારફત નગરને નિર્જન કરાવી બીજા દેવતાઓ અને નાગલોક સાથે ભગવાન શંકર અહીં રહેવા લાગ્યા. રાજા દિવોદાસ પોતાની રાજધાની છીનવાઈ જવાથી ખૂબ જ દુઃખી થયા. તપસ્યા કરીને તેમણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું કે દેવો દિવ્યલોકમાં, નાગલોક પાતાળમાં અને મનુષ્યો પૃથ્વી ઉપર જ રહેશે. આથી ભગવાન શંકર, દેવતાઓ અતે નાગલોકોને વારાણસી છોડવું પડયું. અને શિવજી મંદરાચળ નામના પર્વત પર ચાલ્યા ગયા. પરંતુ તેમની ઈચ્છા તો અહીં જ રહેવાની હતી. એટલે શંકરજીની પ્રેરણાથી બ્રહ્માજી અને વિષ્ણુ રાજા દિવોદાસ પાસે રહેવા લાગ્યા.
ત્યારબાદ સમ્રાટ દિવોદાસે શિવજીને પ્રસન્ન કરવા તપ કર્યું આથી ભગવાન શંકરે દર્શન આપ્યો. અને દિવોદાસને વારાણસીમાં રહીને રાજ કરવાની અનુમતિ આપીને પોતે અહીં જયોર્તિલિંગ વિશ્વેશ્વર અથવા વિશ્વનાથના નામથી પૂજાવા લાગ્યા છે.
આ ભવ્ય મંદિરના સિંહદ્વારમાં દાખલ થતાં જ નાનકડું પ્રાંગણ આવે છે. અહીં બે ફૂટ ઊંચા ઓટલા પર મંદિર ચણવામાં આવ્યું છે. ગર્ભગૃહની વચ્ચોવચ ચાંદીના ચારેક ફૂટના થાળામાં વિશ્વનાથ મહાદેવનું પવિત્ર જયોર્તિલિંગ બિરાજે છે. આ થાળું દોઢેક ફૂટ ઊંડું છે. અને તળિયામાંથી નિરંતર વહેતા ગંગાજળથી જયોર્તિલિંગ અડધું ડૂબેલું રહે છે. તેથી વાર વાર આ ગંગાજળ ઉલેચવું પડે છે. પંજાબના મહારાજા રણજીતસિંહ વિશ્વનાથ મહાદેવના દર્શન આવ્યા ત્યારે જયોર્તિલિંગને પોતાનો કોહીનુર હીરો અર્પણ કરેલો. પરંતુ પછી એનું રક્ષણ કરવાનું વ્યવહારુ નહીં લાગતાં હીરાની કિંમત જેટલાં ૮૨૦ કિ.ગ્રા. સોનાના પતરાંથી મંદિરના બંને શિખરો મઢવામાં આવ્યાં. એટલે આ મંદિર સુવર્ણમંદિર પણ કહેવાય છે. બહારના પ્રાંગણમાં રાખેલી ખાસ સીડી દ્વારા શિખર સુધી પહોંચીને એનાં દર્શન થઈ શકે છે.
આ નગરી ભારતની સાત પવિત્ર નગરી પૈકીની એક ગણાય છે. નગરીના સમગ્ર ગંગા તટ પર અગણિત ઘાટો આવેલા છે. મણિકર્ણિકા ઘાટ તથા ચિતાઘાટ પર લોકો પોતાના મૃત આપ્તજનોના અગ્નિસંસ્કાર કરે છે. માનમંદિર ઘાટ પર ભારતની પ્રખ્યાત પાંચ વેધશાળાઓ પૈકીનો એક વેધશાળા આવેલ છે. પુરાણોમાં લખ્યા મુજબ કાશીમાં દેહત્યાગ કરનારને મોક્ષ મળે છે. એટલે કાશીનું મરણ પ્રખ્યાત થયું.
વારાણસીના દક્ષિણ સીમાડે પંડિત મદનમોહન માલવિયાજીના પુરૂષાર્થની બાંધવામાં આવેલ બનારસ યુનિવર્સિટી આવેલ છે. આ સિવાય કાશી વિધ્યાપીઠ, ભારતમાતા મંદિર, માનસ મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે. લલિતા ઘાટ નેપાળના મહારાજાએ બંધાવેલ નેપાળી મંદિર તથા તેમાંનું સામ્રાજયેશ્વર શિવલીંગ દર્શનીય છે.

By Rekha Mehta

Rekha MehtaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events